Showing posts with label Gujarati Food. Show all posts
Showing posts with label Gujarati Food. Show all posts

Monday, 22 August 2016

Batata Vada | Indian recipe in Gujarati | બટાટા વડા.


બટાટા વડા (batata vada) ગુજરાત માં એક અતિ પ્રખ્યાત બટેટા ના ભજીયા. બટેટા વડા એક ગુજરાત ની ખાસ, મસાલે દર અને સ્વાદિષ્ટ બટેટા ના છુંદા ની એક વાનગી છે. અને આ જ બટેટા વડા ને મુંબઈ ને લોકો એક નાની એવી મરચી અને પાવ સાથે ખાવા નું પસંદ કરે છે જેનું નામે છે વડા પાવ પણ ગુજરાતી લોકો બટેટા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે કસ કરી ને લીલી ચટણી સાથે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ તેમજ મસાલાથી ભરપુર બટેટા વડા.

બટેટા વડા બનાવવા માટે આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
500 ગ્રામ બાફેલા બટેટા ( Potatoes ).
1 મધ્યમ આકાર ના જીણી સમારેલા લીલા મરચા ( Green Chili ).
150 ગ્રામ ચણા નો લોટ ( Besan or Gram Flour ).
પાણી જરૂરિયાત પ્રમાણે ( Water ).
તેલ ( Oil ).

Read Full Recipe 

Lili Chatni | Indian Recipes in Gujarati | લીલી ચટણી.


Lili Chatni (લીલી ચટણી) એ ભારત ની સૌથી વધારે લોકપ્રીય ચટણી છે. ભારત ની કોઈ પણ ફાસ્ટ ફૂડ વાનગી કેટલી પણ સારી કેમ ના બનાવી હોય પણ લીલી ચટણી વગર તેનો સ્વાદ અધુરો હોય છે. લીલી ચટણી તમે કોઈ પણ ફાસ્ટ ફૂડ ની સાથે ખાઈ શકો છો. કોઈ પણ ફાસ્ટ ફૂડ નો સ્વાદ લીલી ચટણી સાથે ખાવાથી લાજવાબ થઇ જાય છે. લીલી ચટણી એક દમ સરળતાથી અને તુરંત જ બની જાય છે. અને એને બનાવવા માટે વધારે વસ્તુઓ ની જરૂર પણ રહેતી નથી. તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ લીલી ચટણી.

લીલી ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
5 લીલા મરચા ( Green Chillies ).
1 જીણી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
1/2 લીંબુ ( Lemon ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
મીઠું સ્વાદ અનુસાર ( Salt ).
Read full Recipe

Chana ni Dal | Indian recipe in Gujarati | ચણા દાળ.



પ્રોટીન અને વિટામીન થી ભરપુર સ્વાસ્થ્ય વર્ધક ચણાની દાળ. ચણા ની દાળ (chana ni dal) ભારત ની અને એમાં પણ ખાસ કરી ને આપણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય અને ઘરેલું ડીશ છે. ચણા ની દાળ બનાવવી એ ભારત ના ઘરો ની સામાન્ય વાત છે, પરંતુ જયારે તમેં કોઈ પણ હોટેલ કે ધાબા માં જમવા જાવ છો ત્યારે તમને તેનો સ્વાદ એકદમ અલગ જ લાગે છે. એટલા માટે જ આજે અમે તમને શીખાવાડીયે ગુજરાત ની પ્રખ્યાત ચણા ની દાળ પંજાબી રીત થી. ચણા ની દાળ બનાવવા માટે ની જરૂરી સામગ્રી તમારા ઘર તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાત ની લોકપ્રીય ચણા ની દાળ.

ચણા ની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા દાળ. ( Chana Dal or Gram Lantile )
કરી પત્તા 8-10 ( Curry Leaves )
મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. ( Tomato )
3 નાની ચમ્મચી તેલ. ( Oil ).
 મસાલા સામગ્રી:
1 ચમ્મચી આદું લસણ નું પેસ્ટ. ( Garlic and Ginger Paste )
અડધી ચમ્મચી જીરું. ( Cumin Seeds )
અડધી ચમ્મચી રાઈ ના દાણા. ( Mustard Seeds )
¼ ચમ્મચી હળદર. ( Turmeric Powder )
1 ચમ્મચી મરચું. ( Red Chili Powder )
અડધી ચમ્મચી હિંગ. ( Asafoetida )
મીઠું સ્વાદ અનુસાર. ( Salt )
1 ચમ્મચી ધાણા જીરું. ( Coriander and Cumin Seeds Powder )

Read Full Recipe 

Paneer Sandwich tava | Indian recipe in Gujarati | પનીર સેન્ડવીચ તવા


પનીર સેન્ડવીચ તવા (Paneer Sandwich tava) શેરીઓ માં વેચતા ફાસ્ટ ફૂડ ની લારીઓ થી માંડી ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખવાતી ફાસ્ટ ફૂડ છે. આમ તો ઘણા પ્રકાર ની સેન્ડવીચ ભારત અને સમગ્ર વિશ્વ માં પ્રચલિત છે જેમ કે વેજ સેન્ડવીચ, ચીજ સેન્ડવીચ, રોસ્ટ સેન્ડવીચ વગેરે.. પરંતુ ભારત માં પનીર સેન્ડવીચ નું ચલન સૌથી વધારે છે. ભારત માં પણ ખાસ કરીને ઉત્તર ભારત ના લોકો ની પનીર સેન્ડવીચ એ મનપસંદ છે. આજે હમેં તમને સીખાવીશું સ્વાદિષ્ટ અને લાજવાબ પનીર સેન્ડવીચ.
પનીર સેન્ડવીચ તવા બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 બ્રેડ ની સ્લાય્સ ( Bread ).
4 ડુંગળી ની સ્લાય્સ ( Onion ).
4 બટેટા ની સ્લાય્સ ( Potato ).
4 ટામેટા ની સ્લાય્સ ( Tomato ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
લાલ મરચા અને લસણ ની ચટણી ( Red Chili and Garlic Chutney ).
લીલી ચટણી ( Green Chutney ).
ચાટ મસાલો ( Chat Masala ).

Shekela Bateta |Roasted Potato | Indian recipe in Gujarati | શેકેલા બટેટા.


Shekela Bateta (શેકેલા બટેટા) ભારત ના અને ખાસ કરી ને ગુજરાત ના ગામડાઓ ના ખેતર અથવા ઘર માં તૈયાર થયેલ એક ખુબ જ અલગ રીતે તૈયાર થનારી બટેટા ની સ્વાદિષ્ટ વાનગી છે. શેકેલા બટેટા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે સમય પણ ખુબ જ ઓછો લાગે છે. છતાં પણ શેકેલા બટેટા સ્વાદ માં એકદમ જાયકેદાર હોય છે. શેકેલા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર અથવા ખેતરો ના રસોડા માં પણ સહેલઈ થી મળી રહે છે. તો ચાલો આજે બનાવીએ સ્વાદ થી ભરપુર શેકેલા બટેટા.

શેકેલા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 કિલો મધ્યમ આકાર ના બટેટા ( Potatoes ).
1 લીંબુ ( Lemon ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી ખાંડ ( Sugar ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી કાળી મિર્ચ ( Black Pepper ).
1/2 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1/2 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander and Cumin Seeds Powder ).
1/2 નાની ચમચી મીઠું ( Salt ).

Read Full Recipe 

bharela bateta | Indian recipe in Gujarati | ભરેલા બટેટા.


ભરેલા બટેટા (bharela bateta)ગુજરાત નું સૌથી મનપસંદ બટેટા નું શાક કે જે અપને ગુજરાત ની દરેક  પાર્ટીઓ થી લઇ ને બાળકો ના નાસ્તા ના બોક્ષ સુધી વારંવાર જોવા મળી જાય છે. ભરેલા બટેટા એ ગુજરાત ના ધાબા થી લઇ ને રેસ્ટોરેન્ટ અને રેસ્ટોરેન્ટ થી લઇ ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખાવામાં આવતી એક અતી સ્વાદપ્રિય અને લોક પ્રખ્યાત વાનગી છે. ભરેલા બટેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેનો સ્વાદ તેટલો જ અનેરો હોય છે. તો ચાલો આજે હંમે તમને શીખવીએ ધાબા સ્ટાયલ થી ભરેલા બટેટા નું શાક તમારા ઘરે થી સરળતાથી કઈ રીતે બનાવવું.

ભરેલા બટેટા (bharela bateta)નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બટેટા ( Potatoes ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી સરસો ના બીજ ( Mustard Seeds ).
1/2 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ). 

Read Full Recipe 

Bharela ringana | Indian recipe in Gujarati | ભરેલા રિંગણા.

Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) જેનું નામ સંભારીને જ ગુજરાત ની સ્વાદ પ્રેમી જનતા ના મોઢા માં પાણી આવવા માંડે છે. ભરેલા રિંગણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય  રિંગણા ની વાનગી છે, કે જેને ના સિર્ફ ગુજરાતીઓ પણ સમગ્ર ભારત તેમજ દુનિયા ભર ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભરેલા રિંગણા નું શાક ખાસ કરીને તહેવાર માં તેમજ ખાસ પ્રસંગો તેમજ પાર્ટીઓ માં બનાવવામાં આવે છે. ભરેલા રિંગણા બનાવવામાં જેટલા સરળ છે સ્વાદ માં એટલા જ સમૃધ્ધ છે તો ચાલો આજે ઘરે બનાવીએ ભરેલા રિંગના નું શાક.

Bharela ringana (ભરેલા રિંગનાં નું શાક) બનાવવા માટે જરૂરી સામગ્રી:
 
મુખ્ય સામગ્રી:
4 રિંગણા ( Eggplants/Brinjles/Ringan ).
2 બટેટા ( Potatoes/Aloo/Bateta ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1/2 ચમ્મચી રાઈ ના દાણા ( Mustard Seeds/Rai Dana ).
1/2 ચમ્મચી જીરું ( Cumin Seeds ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).

Read Full Recipe 

Pudla masala| Indian recipe in Gujarati | પુડલા મસાલા



Pudla masala (પુડલા મસાલા). એ ચણા ના લોટ માંથી બનાવવામાં આવતો ગુજરાત નો એક જાત નો ચણા ના લોટ નો કેક કહેવામાં આવે છે. પુડલા એ મૂળ ગુજરાતી વાનગી છે, જે ખાસ કરીને ગુજરાત ના ગામડાઓ માં બનાવવામાં આવે છે. ગુજરાત ના ઘરો માં પુડલા સામાન્ય રીતે વરસાદ અને ઠંડી ની ઋતુ માં વધારે બનાવવામાં આવે છે. પુડલા બનાવવા એક દમ સરળ હોય છે. અને પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે અપના ઘરે બનાવીએ ગુજરાત નાં પરંપરાગત અને પ્રખ્યાત પુડલા.

Pudla masala (પુડલા મસાલા). બનાવવા માટે જરૂરી સામગ્રી.
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા નો લોટ ( Besan or Gram Flour ).
1 નાની ડુંગળી( Onion ).
9 નાની ચમ્મચી તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
1 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste ).
1 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ( Ginger Paste ).
1 નાની ચમ્મચી હિંગ ( Asafoetida ).
1 નાની ચમ્મચી  ધાણા જીરું.( Coriander and Cumin Seeds Powder ).
1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).

Read Full Recipe 

Dal Fry Masala | Indian recipe in Gujarati | દાળ ફ્રાય

Dal Fry Masala (દાળ ફ્રાય મસાલા) આખા ભારત માં સૌથી વધારે ખવાતી એક અતિ પ્રસિધ્ધ દાળ ની વાનગી. ભારત સ્વાદ પ્રેમી લોકો નો દેશ છે. ભારત માં તમને જાત જાત ના સ્વાદ ચાખવા મળી જાય છે. શેરી અને ચોક થી લઇ ને ધાબા સુધી અને ધાબા થી લઇ ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી બધી જ જગ્યાએ એ અલગ અલગ સ્વાદ જોવા મળે છે. અને બધી જ વાનગીઓ નો સ્વાદ એક ખાસ અહેસાસ આપે છે. આજે આપણે બનાવીશું ભારત ના ઘરો ની સૌથી મનપસંદ દાળ ની વાનગી એટલે કે દાળ ફ્રાય.

Dal Fry Masala (દાળ ફ્રાય મસાલા). બનાવવા માટે જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
100 ગ્રામ 5 જાત  ની મિક્સ દાળો. ( કુકર માં 3 સીટી પડી ને બાફેલી) ( Mixed Lentils ).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomato ).
2 તીખા લીલા મરચા ( Green Chillies ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
8-10 લીમડા ના પાન ( Curry Leaves ).
તેલ ( Oil ).

Sunday, 21 August 2016

Quick Dal Tadka | Indian recipe in Gujarati | દાળ તડકા

Quick dal tadka (દાળ તડકા) ભારત ના ધાબા ની સૌથી પ્રખ્યાત દાળ ની વાનગી કે જે તમે તમારી જીંદગી માં કોઈ દિવસ ના ખાધી હોય એવું નહિ બને. દાળ તડકા ખાસ કરી ને ભારત ના હાઇવે ઉપરના ધાબા ઓ ની સૌથી વધારે ખવાતી વાનગી છે. સામાન્ય રીતે આપણી એવી માન્યતા હોય છે કે ધાબા સ્ટાયલ થી દાળ તડકા ઘરે બનાવવી ઘણી મુશ્કિલ હશે પણ એવું નથી. આજ હમેં તમને શીખાવીસું દાળ તડકા ઘરે કઈ રીતે બનાવશો તે પણ એક દમ સરળ રીતે અને ધાબા ના સ્વાદ સાથે.

Quick Dal Tadka (દાળ તડકા)  બનાવવા માટે જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
100 ગ્રામ પાંચ જાત ની મિક્સ દાળ ( કુકર માં ત્રણ સીટી પાડી ને બનાવેલી ) ( Mixed Lantiles ).
1 મધ્યમ આકાર જીણું સમારેલું ટમેટું ( Tomatoes ).
4-5  લીમડા ના પાન ( Curry Leaves ).
2 જાડા આકાર માં સમારેલા એકદમ તીખા લીલા મરચા( Hot Green Chillies ).
2 સુકવેલા લાલ મરચા ( Dry Red Chillies ).
તેલ ( Oil ). 

કોબીજ પનીર (kobi paneer) નું શાક.

કોબીજ પનીર (kobi paneer) નું શાક, સ્વાસ્થ્ય વર્ધક પનીર પનીર ની સાથે કોબીજ નો અનોખા સ્વાદ નો સંગમ. કોબીજ પનીર એક ખુબ જ સ્વાદિષ્ટ અને પનીર ના શોખીન લોકો દ્વારા ચૂંટાયેલી પનીર ની લાજવાબ વાનગી છે. કોબીજ પનીર ના સિર્ફ ભારત માં પણ સંપુર્ણ વિશ્વ માં પનીર ની સૌથી વધારે દિલચસ્પ વાનગી છે. પણ સામાન્ય રીતે ભારત ના ઘણા લોકો નું માનવું છે કે પનીર કોબીજ નું શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેને બનાવવું તેટલું જ મુશ્કિલ હશે, પણ હવે નહિ આજે અમે તમને શીખવીશું ઘરે થી જ પનીર કોબીજ નું સ્વાદ તે પણ ધાબા અથવા હોટેલ ના સ્વાદ માં કઈ રીતે બનાવવું. તો ચાલો આજે બનાવીએ કોબીજ પનીર નું શાક.

કોબીજ પનીર (kobi paneer) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
250 ગ્રામ ફૂલ કોબીજ ( Cauliflower ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
500 ગ્રામ ટામેટા ( Tomatoes ).
250 ગ્રામ સમારેલા ટામેટા ( Tomatoes ).
750 ગ્રામ સમારેલી ડુંગળી ( Onion ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
2 સમારેલા લીલા મરચા ( Green Chillies ).
15 નાની ચમ્મચી તેલ ( Oil ).
20 ગ્રામ તલ ના બીજ ( Sesame Seeds ).
20 ગ્રામ ખસખસ ( Poppy Seeds ).
તેલ તળવા માટે ( Oil ).

Read Full Recipe 

Cheese Apple Parotha | Indian recipe in Gujarati | ચીસ એપલ પરાઠા.

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા): ઉત્તર ભારત કે જેની સવાર ની સુરુઅત જ પરાઠા થી થાય છે. ઉત્તર ભારત અને ખાસ કરી ને પંજાબ કે જ્યાં તમને જાત જાત ના પરાઠા બધી જ જગ્યાએ જોવા મળી જશે. જેમ કે બટેટા ના પરાઠા, મૂળા ના પરાઠા, કોબીજ ના પરાઠા વગેરે વગેરે.. સામાન્ય રીતે તો આપણી રોજ ની જીંદગી માં પરાઠા ખાવા એ એક ખુબ જ સામાન્ય વાત છે. પરંતુ આજ હંમે તમને શીખાવીશું સૌથી સ્વાદિષ્ટ અને અલગ રીતે બનાવેલા ચીઝ એપલ પરાઠા. તો ચાલો આજે એક નવા અહેસાસ ની સાથે અને એક નવા સ્વાદ માટે બનાવી ચીઝ એપલ પરાઠા.

Cheese Apple Parotha (ચીસ એપલ પરાઠા) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ઘઉં નો લોટ ( Wheat Flour ).
50 ગ્રામ મેંદો ( All Purpose Flour ).
4 નાની ચમ્મચી તેલ ( Oil ).
2 સફરજન ની પ્યુરી ( Apple Puree ).
100 ગ્રામ પનીર ( Cheese ).
50 ગ્રામ માખણ ( Butter ).
1 સફરજન ( Apple ).

Read Full Recipe 

Tava Paneer Sandwich | Indian recipe in Gujarati | તવા પનીર સેન્ડવીચ.


તવા પનીર સેન્ડવીચ (Tava Paneer Sandwich) શેરીઓ માં વેચતા ફાસ્ટ ફૂડ ની લારીઓ થી માંડી ને ફાઈવ સ્ટાર હોટેલ સુધી ની સૌથી વધારે ખવાતી ફાસ્ટ ફૂડ છે. આમ તો ઘણા પ્રકાર ની સેન્ડવીચ ભારત અને સમગ્ર વિશ્વ માં પ્રચલિત છે જેમ કે વેજ સેન્ડવીચ, ચીજ સેન્ડવીચ, રોસ્ટ સેન્ડવીચ વગેરે.. પરંતુ ભારત માં પનીર સેન્ડવીચ નું ચલન સૌથી વધારે છે. ભારત માં પણ ખાસ કરીને ઉત્તર ભારત ના લોકો ની પનીર સેન્ડવીચ એ મનપસંદ છે. આજે હમેં તમને સીખાવીશું સ્વાદિષ્ટ અને લાજવાબ પનીર સેન્ડવીચ.

તવા પનીર સેન્ડવીચ (Tava Paneer Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
3 બ્રેડ ની સ્લાય્સ ( Bread ).
4 ડુંગળી ની સ્લાય્સ ( Onion ).
4 બટેટા ની સ્લાય્સ ( Potato ).
4 ટામેટા ની સ્લાય્સ ( Tomato ).
50 ગ્રામ સમારેલું પનીર ( Grated Paneer ).
માખણ ( Butter ).

Read Full Recipe 

Saturday, 20 August 2016

Rajma Chawal | Indian recipe in Gujarati | રાજમા ચાવલ.

Rajma Chawal (રાજમા ચાવલ) ભારત ની એક ખુબ જ પ્રખ્યાત વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે. આજ હંમે તમને શીખવીશું ભારત ના પંજાબ રાજ્ય ની સ્ટાયલ થી રાજમા ચાવલ કઈ રીતે બનાવવા. રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે. રાજમા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. તો પછી ચાલો આજે બનાવીએ પંજાબી સ્વાદ થી ભરપુર રાજમા ચાવલ.

રાજમા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી:
જીરા ચાવલ બનાવવા માટે જરૂરી સામગ્રી:
400 ગ્રામ બાફેલા ચોખા અથવા ચાવલ (Boiled Rice)
1 નાની ચમ્મચી જીરું (Cumin Seeds).
3 નાની ચમ્મચી તેલ (Oil).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).
મુખ્ય સામગ્રી:
2 કપ બાફેલા રાજમા (Rajma).
2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી (Onion).
2 મધ્યમ આકાર ના સમારેલા ટામેટા (Tomatoes).

Read Full Recipe 

Methi Kela nu shaak | Indian recipe in Gujarati | મેથી કેળા નું શાક.

મેથી કેળા નું શાક (methi kela nu shaak) ભારત ની એક ખુબ જ અલગ રીત ની સ્વાદ થી ભરપુર કેળા ની સાથે સ્વાસ્થ્ય વર્ધક મેથી નું શાક. મેથી કેળા નું શાક જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ હોય છે. મેથી કેળા ની ડીશ બનાવવી ખુબ જ સરળ હોય છે. સાથો સાથ મેથી કેળા બનવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. મેથી કેળા નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે બનાવીએ ભારત નું પ્રખ્યાત સ્વાસ્થ્ય વર્ધક મેથી કેળા નું શાક.

Methi Kela Nu Shaak (મેથી કેળા નું શાક) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
1 ગુત્છો મેથીનો. (fenu greek)
2 સમારેલા કેળા ( Banana ).
2 સમારેલા લીલા મરચા ( Green Chillies ).
6 નાની ચમ્મચી તેલ ( Oil ).

Read Full Recipe 

bateta nu shaak | Indian recipe in Gujarati | બટેટા ભાજી.

Bateta Nu Shaak (બટેટા ની ભાજી) કે પછી બટેટા નું શાક આ બધી એક જ જાત ની બટેટામાં થી બનાવવાળી વાનગી છે. બટેટા કે જેને ભારત ના લોકો શાકભાજી નો રાજા માને છે. બટેટા ની ભાજી ભારત માં બનનારા બધા જ પ્રકાર ની શાક ની વાનગીઓ માં સૌથી સરળ વાનગી છે. બટેટા નું શાક બનાવવા માટે ખુબ જ ઓછો સમય લાગે છે. અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી મળી રહે છે. બટેટા નું શાક એ ભારત ની પૌરાણિક વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ બટેટા નું શાક.

Bateta Nu Shaak (બટેટા ની ભાજી) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 કિલો મધ્યમ આકાર ના બાફેલા બટેટા ( Boiled Potatoes ).
4 મધ્યમ આકાર ના જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
4-5 જીના સમારેલા મરચા ( Green Chillies ).
3 નાની ચમ્મચી સમારેલું આદું ( Ginger ).
20 લીમડા ના પાન ( Curry Leaves ).

Read Full Recipe 

વટાણા બટેટા નું શાક (Batata Vatana Nu Shaak).

વટાણા બટેટા (batata Vatana nu shaak) ભારત ની એક ખુબ જ સામાન્ય અને ઘરેલું પણ સ્વાદ થી ભરપુર વાનગી. વટાણા બટેટા ભારત ના દરેક રાજ્યના કોઈ પણ શહેર કે ગામડા ની એક ઘરેલું વાનગી છે. વટાણા બટેટા બનાવવા ખુબ જ સરળ છે. અને વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. વટાણા બટેટા જેટલી સ્વાદિષ્ટ હોય છે બનાવવામાં તેટલી જ સરળ હોય છે. વટાણા બટેટા ખુબ જ ઓછા સમય માં બનનાર વાનગી છે. તો ચાલો આજે ઘરે બનાવીએ વટાણા બટેટા.

વટાણા બટેટા બનાવવા માટે જરૂરી સામગ્રી.
મુખ્ય સામગ્રી:
3 મધ્યમ આકાર ના બાફેલા બટેટા(potato).
150 ગ્રામ લીલા વટાણા (green peas).
3 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી (onion).
3 મધ્યમ આકાર ના જીના સમારેલા ટમેટા (tomato).
1 સમારેલા લીલા મરચા (green chillies).
1 ચમ્મચી જીરું (cumin seeds).
9 નાની ચમ્મચી તેલ (oil).

Read Full Recipe 

Gujarati bhel | Indian recipe in Gujarati | ગુજરાતી ભેળ.

ગુજરાતી ભેલ (Gujarati Bhel) એ ગુજરાત ની શેરીઓ માં ની સૌથી વધારે ખાવામાં પસંદ કરવામાં આવતી વાનગીઓ માં થી એક વાનગી છે. ગુજરાતી ભેળ ને પકાવવી એ એકદમ સરળ હોય છે અને ભેલ ને બનાવવા માટે કોઈ પણ પ્રકાર ના તાપ ની પણ જરૂર રેહતી નથી. ગુજરાતી ભેળ એ પાણી પૂરી ની જેમ જ સૌથી વધારે મનપસંદ અને લોકપ્રીય વાનગી છે. ગુજરાતી ભેળ તમને નાના બાળકો ના ટીફીન બોકસ થી માંડી પાર્ટીઓ માં પણ જોવા મળી જાય છે. ગુજરાતી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી ભેળ.

ગુજરાતી ભેલ બનાવવા માટે જરૂરી સામગ્રી: 
મુખ્ય સામગ્રી:
1 કપ ચૂડો ( Chivda or Chuda ).
1 ટમેટું ( Tomato ).
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion ).
1 લાલ મરચા ( Red Chili ).
1 લીંબુ ( Lemon ).

Read Full Recipe 

કઢાઈ પનીર (kadai paneer dish).

                                     
        


કઢાઈ પનીર (kadai paneer dish) ઉત્તર ભારત ની ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી પનીર ની વાનગી. આમ તો પનીર ની હર એક વાનગી પંજાબી લોકો ને ખુબ જ પસંદ હોય છે. પણ કઢાઈ પનીર નો સ્વાદ જ કંઇક અલગ હોય છે. કઢાઈ પનીર નું તો નામ જ કઢાઈ પનીર એટલા માટે પડયુ કારણ કે પનીર ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આ વાનગી ને કઢાઈ માં જ બનાવવામાં અને પીરસવામાં આવે છે. કઢાઈ પનીર ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે બનાવવામાં પણ એટલી જ સરળ છે. કઢાઈ પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે ઘરે બનાવીએ ઉત્તર ભારત ની મશહુર કઢાઈ પનીર.

કઢાઈ પનીર (Kadai Paneer dish) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200  પનીર ના ટુકડાઓ (Paneer cubes).
1 સમારેલા શીમાંલાઈ મરચા (Capsicum).
1 ડુંગળી (Onion).
1 ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણા સમારેલા ટમેટા (Tomato).
1 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલી ડુંગળી (Onion).
400 ગ્રામ સમારેલા ટમેટા (Tomato).
મસાલા સામગ્રી:
3 નાની ચમ્મચી લસણ નું પેસ્ટ ( Garlic Paste).
3 નાની ચમ્મચી આદું નું પેસ્ટ ( Ginger paste).
9 નાની ચમ્મચી તેલ (Oil).
2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (kitchen king masala).
3 નાની ચમ્મચી મરચું (red chilly powder).
1/4  હળદર (Turmeric powder).
1 નાની ચમ્મચી ખાંડ (Sugar).
મીઠું સ્વાદ પ્રમાણે (salt).

Read Full Recipe