Saturday, 20 August 2016

વટાણા પનીર (Matar Paneer Nu Shaak).


મટર પનીર (Matar Paneer Nu Shaak) ભારત ના પંજાબ રાજ્ય ની એક ખુબ જ લોકપ્રીય લીલા વટાણા એટલે કે મટર ની સાથ સ્વાસ્થ્ય વર્ધક પનીર ની એક આહલાદક ડીશ. મટર પનીર ભારત માંકોઈ પણ ઢાબા થી માંડી ને ફાઈવ સ્ટાર હોટલ સુધી ની એક ખુબ જ સમૃદ્ધ ડીશ છે. મટર પનીર ભારત માં પંજાબ, રાજસ્થાન તેમજ ગુજરાત ની એક અતિ લોકપ્રીય ડીશ છે. મટર પનીર બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ સ્વાદ થી ભરપુર ડીશ છે. મટર પનીર બનાવવા માટે ની આવશ્યક સામગ્રી આપણા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજ ના ભાણા માં બનાવીએ પનીર થી સમૃદ્ધ મટર પનીર નું શાક.
મટર પનીર (Matar Paneer Nu Shaak) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા  (Indian Cottage Cheese).
200 gms લીલા વટાણા એટલે કે મટર (Green Peas).
6 નાની ચમ્મચી તેલ (Oil).
400 ગ્રામ જીણી સમારેલી ડુંગળી  (Onions).
2-3 સમારેલા મરચા (Green Chillies).
ખાંડ (Sugar).
મસાલા સામગ્રી:
4 મધ્યમ આકાર ના જીણા સમારેલા ટામેટા (Tomatoes).
1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ (Garlic & Ginger paste).
1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી (onion).
1 મધ્યમ આકાર ના સમારેલા ટામેટા (tomato).
1 ઇંચ જીણું સમારેલું આદું (ginger).
મરચું (Red Chilli Powder).
કિચન કિંગ મસાલો (Kitchen King Masala).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).

No comments:

Post a Comment