હૈદરાબાદી મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) ના વિષે જાણતા પેહલા થોડું હૈદરાબાદ વિષે જાણી લઈએ. હૈદરાબાદ નવાબો નું શહેર છે. હૈદરાબાદ સમગ્ર વિશ્વ માં પોતાના ખાનપાન માટે ખુબ જ પ્રખ્યાત છે, ખાસ કરીને હૈદરાબાદ ની દમ બિરયાની, ચીકન બિરયાની અને મટન બિરયાની. હૈદરાબાદી વાનગીઓ નો સ્વાદ જ એકદમ અલગ હોય છે. હૈદરાબાદી મટન બિરયાની સમગ્ર વિશ્વ માં અને ખાસ કરીને ભારત માં સૌથી લોકપ્રિય મટન થી બનેલી ડીશ છે. તો ચાલો આજે અપને આપના ઘરે બનાવીએ પ્રખ્યાત હૈદરાબાદી મટન બિરયાની.
મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ગોસ્ત અથવા મટન ( Gosht or Mutton )
300 ગ્રામ ચોખા ( Rice )
100 ગ્રામ દહીં ( Curd )
200 મિલી લીટર દૂધ ( Milk )
થોડોક રંગ ( Colour )
તળવા માટે તેલ ( Oil )
બાસમતી ચોખા ( Basmati Rice )
મસાલા સામગ્રી:
2 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી ( Onions )
4-5 એલચી ( Cardemoms )
4-5 લવિંગ ( Cloves )
દાલચીની ના બે ટુકડા ( Cinnamons )
1/4 નાની ચમ્મચી શાહજીરું ( Shah Zira )
1/4 નાની ચમ્મચી જીરું ( Cumin Seeds )
1/4 નાની ચમ્મચી સૌંફ ( Fennel Seeds )
1/4 નાની ચમ્મચી અજીનોમોટો ( Ajinomoto )
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 1/2 નાની ચમ્મચી લાલ મરચું પાવડર ( Red Chili Powder )
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander seeds Powder )
1/2 નાની ચમ્મચી મટન મસાલો ( Mutton Masala )
1/2 નાની ચમ્મચી કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Sos or Paste )
2 નાની ચમ્મચી લાલ મરચા નો સોસ ( Red Chili Sos or Paste )
2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
1 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup )
5 નાની ચમ્મચી ઘી ( Ghee )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
2 લીંબુ નો રસ ( Lemon Juice )
જાડી સમારેલી તાજી લીલી કોથમીર ( Coriander Leaves )
Read Full Recipe

No comments:
Post a Comment