Saturday, 20 August 2016

પાલક પનીર (Palak Paneer Nu Shaak).

પાલક પનીર (Palak Paneer Nu Shaak): સ્વાસ્થ્ય વર્ધક પાલક ની સાથે બનેલી પનીર ની એક સ્વાદિષ્ટ વાનગી. પાલક પનીર ના સિર્ફ ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં સૌથી વધારે ખવાતી પનીર એક ખુબ જ પ્રખ્યાત વાનગી છે. ભારત માં પાલક પનીર તમને સરળતાથી કોઈ પણ હોટેલ, ધાબા અને ફાઈવ સ્ટાર હોટેલ થી માંડી ને ઘરો માં પણ સામાન્ય રીતે જોવા મળી જાય છે. પાલક પનીર ઉત્તર ભારત ની સૌથી મનપસંદ વાનગી છે. ઉત્તર ભારત ના લોકો આ વાનગી ખાવાનું ખુબ જ પસંદ કરે છે. પાલક પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ રહે છે. તો ચાલો આજે બનાવીએ પ્રખ્યાત પાલક પનીર.
પાલક પનીર (Palak Paneer Nu Shaak) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા.
1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી (Onion).
1 મધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું (Tomato).
6 નાની ચમ્મચી માખણ (Butter).
9 નાની ચમ્મચી તેલ (Oil).
પાણી  (Water).
મસાલા સામગ્રી:
અડધી નાની ચમ્મચી હળદર (Turmeric powder).
6 નાની ચમ્મચી મરચું (Red chillie powder).
3 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ (Garlic Paste).
અડધી ચમ્મચી ખાંડ (Sugar).
1 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો (Kitchen king masala).
મીઠું સ્વાદ પ્રમાણે (Salt).

No comments:

Post a Comment